યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના શૃંગાર દર્શન સમયે ભાવિક પરિવાર દ્વારા પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને સુકા મેવાના ભોગનો મનોરથ યોજવામાં આવ્યો હતો.
ગુરૂવારે કેસરી વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે સુકા મેવા મનોરથનો મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રત્યક્ષ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણ ભકતોએ આ દિવ્ય દર્શનને નિહાળ્યા હતા. સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે પણ ઠાકોરજીને દિવ્ય પુષ્પશૃંગાર યોજવામાં આવ્યો હતો.