Gujarat

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની તબિયત લથડવાના મામલે કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા એ જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ ના નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા એ તેઓની ટીમ સાથે પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની તબિયત લથડવાના મામલે જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. અને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.
સાથે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.આદિવાસી બાળકોને ગુણવત્તા યુક્ત ભોજન નથી મળતું, સરકારની મિલીભગતથી કોન્ટ્રાક્ટ અપાય છે.
એમ પણ સુખરામ રાઠવા એ જણાવ્યું હતું. અને તટસ્થ તપાસ થાય તેવી પણ સુખરામ રાઠવા એ માંગ કરી હતી. અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.