Gujarat

સાવરકુંડલા વોર્ડ નં. ૨ માં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેર ભાજપ સહકારથી સાવરકુંડલા વોર્ડ નં. ૨, જલારામ બાપા મંદિરથી ભૂવા રોડ રોડનું ખાત મુહૂર્ત નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું  આ વિકાસ કાર્યોમાં જલારામ બાપા મંદિરથી ભૂવા રોડ સુધીનો સીસી રોડ, ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનનો સમાવેશ થાય છે.
આ કાર્યોથી વિસ્તારના રહેવાસીઓને ઘણી સુવિધાઓ મળશે અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. આ પ્રસંગે ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે, “મારો મતવિસ્તાર મારું હૃદય છે, વિકાસ મારો મહામંત્ર છે.” આજે આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીને હું ખૂબ જ ખુશ છું. આ કાર્યોથી વિસ્તારનો ચહેરો બદલાશે અને વિસ્તારના રહેવાસીઓનું જીવનધોરણ ઉંચું આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ વિકાસ કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, ચેરમેન  અશોકભાઈ ચૌહાણ, દંડક  અજયભાઈ ખુમાણ, સદસ્યશ્રીઓ જયાબેન કારેણા, મંજુલાબેન ચિત્રોડા, કમલેશભાઈ રાનેરા, શહેર મંત્રી  અમિતદાદા પંડ્યા, હાથીભાઈ ખુમાણ, જેતુભાઈ ખુમાણ, મામકુમામા, યજ્ઞેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા
બિપીન પાંધી