સુરત જિલ્લાના કલેકટર ડૉ. સૌરભભાઈ પારધી સ્માર્ટ વિલેજ ઉંભેળ ગ્રામ પંચાયતની મુલાકાત કરી હતી.જિલ્લા કલેકટરે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે સરકારે મંજૂર કરેલ 300 બેડની હોસ્પિટલને સ્થળ નિરિક્ષણ પણ કર્યું હતું.

આજરોજ સુરત જિલ્લાના કલેકટર ડૉ. સૌરભભાઈ પારધીની ઉપસ્થિતિમા સ્માર્ટ વિલેજની મુલાકાત કરી હતી.
કલેકટરની મુલાકાત લઇને ઉંભેળ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દર્શન પટેલ તેમજ કામરેજ પ્રાંત અધિકારી,મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કામરેજ તેમજ ટીડીઓ,તલાટી કમ મંત્રી તેમજ ગામ આગેવાનો અને અન્ય વિભાગ ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીએ કામરેજ તાલુકામાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ 300 બેડની નવી સિવિલ હોસ્પિટલને લઇને પ્રાથમિક ધોરણે સ્થળ નિરિક્ષણ કર્યું હતું.
ટુંક સમયમા નવી અદ્યતન સુવિધા વાળી સરકારી હોસ્પિટલ તૈયાર થઈ જશે અને જેનો લાભ પ્રજાજનોને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

