Gujarat

ઉનાના ખત્રીવાડા ગામે જાહેરમા જુગાર રમતાં પાંચ શખ્સોને સર્વેલન્સ સ્કોર્ડએ રોકડ રકમ સાથે ઝડપી પાડયા

 

 ઉનાના ખત્રીવાડા ગામે જાહેરમા જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસની સર્વેલન્સ સ્કોર્ડએ સ્થળ પર રેઇડ કરી હતી. આ રેઇડ દરમ્યાન પાંચ શખ્સોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અંગે ઉના પીઆઇ એમ.એન.રાણાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ ટીમો બનાવી પ્રોહી-જુગારના શખ્સોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પી એસ આઇ એચ.એલ.જેબલીયા, ધર્મેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ ચૌહાણ તથા રાહુલભાઇ છેલાણા સહીતની ટીમ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુક્ત બાતમી ઉનાં તાલુકાના ખત્રીવાડા ગામે જાહેરમાં ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડતા હોવાની ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી હતી. ત્યાં સ્થળ પરથી છગન ભુરાભાઇ વાઘેલા રહે.રોહીસા તા.જાફરાવાદ જી.અમરેલી, માન દાદુભાઇ ભાલીયા રહે.સનખડા, પાલાભાઇ દેવાયતભાઇ, પાંચાભાઇ રામભાઈ શીયાળ, નનુભાઇ કરશનભાઇ બાંભણીયા રહે ખત્રીવાડા આ તમામ શખ્સોને જુગારના સાહીત્ય તથા રોકડ રકમ સાથે જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.