Gujarat

જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલમાં તાલુકા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો

21 જૂન 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત જોડિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી સાંઈ વિદ્યા સંકુલ મુકામે યોજવામાં આવેલ જેમાં વહીવટી તંત્ર અને શાળાનાં સહયોગ દ્વારા યોગ દિવસ ની ખુબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી જેમાં જોડિયા મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી તેમજ શાળાના સંકલન જહેમત થી ખૂબ સારી રીતે ઉજવવામાં આવેલ.
 
જેમાં આંગણવાડીના બહેનો, શ્રી સાંઈ વિદ્યા સંકુલના ટ્રસ્ટીશ્રીઓ અને શિક્ષકગણ, પી.જી.વી.સી.એલ. સ્ટાફગણ આરોગ્ય સ્ટાફગણ, તાલુકા પંચાયત સ્ટાફગણ, શિક્ષણ અધિકારી કચેરી સ્ટાફગણ, હોમગાર્ડ સ્ટાફગણ, મામલતદાર સ્ટાફગણ, એસ.એ.જી. સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી યોગ બોર્ડ ટ્રેનર ચાંદનીબેન આહુજા અને ઉંષાબેન ગાંધી દ્વારા ક્રિયાત્મક યોગ કરી સંકલ્પ સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી. કાર્યક્રમના ભાગરૂપે શાળા દ્વારા વિશાળ મેદાન, આર.ઓ. પાણી, પાર્કિંગ, સાઉન્ડ સિસ્ટમ તેમજ ચા ની સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી