ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. આવકવેરા વિભાગના નિયમોના ઉલ્લંઘન બદલ ટાટા કેમિકલ્સ પર ૧૦૩.૬૩ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટાટા કેમિકલ્સે શેરબજારને કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે તેને આવકવેરા વિભાગના નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર તરફથી ઓર્ડર મળ્યો છે.
આવકવેરા વિભાગના આ આદેશમાં, કલમ ૩૬ (૧) હેઠળ વ્યાજની મંજૂરી ન આપવા બદલ આવકવેરા કાયદાની કલમ ૨૭૦ છ (૩) હેઠળ ૧૦૩.૬૩ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ નોટિસ અંગે ટાટા ગ્રૂપે કહ્યું છે કે તેના વકીલની સલાહ લીધા બાદ તે આ આદેશ વિરુદ્ધ નેશનલ ફેસલેસ અપીલ સેન્ટર સમક્ષ અપીલ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે તેને અપીલકર્તા સત્તાવાળાઓ તરફથી અનુકૂળ આદેશની અપેક્ષા છે.
કંપનીએ નેશનલ સ્ટોક એક્સચેન્જને નોટિસ મોકલીને આ માહિતી આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આવકવેરા વિભાગ દ્વારા તેના પર ૧૦૩,૬૩,૪૮,૮૦૬ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીને આશા છે કે ઓથોરિટી તેમના પક્ષમાં ચુકાદો આપશે. આ આદેશ છતાં ટાટા કેમિકલ્સના શેર પર કોઈ ખાસ અસર જાેવા મળી નથી. શુક્રવારે બપોરે ૧૩.૪૦ વાગ્યે ટાટા કેમિકલ્સનો શેર ૨.૧૪ ટકાના વધારા સાથે રૂ. ૧૦૫૭ પર ટ્રેડ થતો જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં ટાટા સન્સે ૈંર્ઁં લાવવાની જાહેરાત કરી હતી.
આ સમાચાર બાદ ટાટા કેમિકલ્સના શેરમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ટાટા કેમિકલ્સના શેરમાં ૭.૮૦ ટકાનો વધારો નોંધાયો છે. એક મહિના પહેલા આ શેરની કિંમત ૯૮૦.૫૫ રૂપિયા હતી, જે હવે વધીને લગભગ ૧૦૫૭ રૂપિયા થઈ ગઈ છે. ટાટા સન્સ માર્કેટમાં લિસ્ટ થવાના સમાચાર ચર્ચામાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, ટાટા સન્સને વર્ષ ૨૦૨૫ સુધીમાં શેરબજારમાં લિસ્ટેડ થવું પડશે.

