Gujarat

સહારા સ્કૂલ કઠલાલ ખાતે શિક્ષકદિનની ઉજવણી

 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતી ને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી સહારા સ્કૂલના બાળકો પોતે શિક્ષક બની ને પ્રાર્થના સભા થી શરૂ કરી આખા દિવસની કામગીરી સંભાળી હતી.શિક્ષક અને શિક્ષણ નું મહત્વ સમજાવી બાળકો એ ઉત્સાહ થી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ ની ઉજવણી કરી.
તસવીર અહેવાલ : મકસુદ કારીગર,કઠલાલ