Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ જેસર રોડ ગુરુકુળમાં ઉજવાયેલ શિક્ષક દિનની ઉજવણી

 સાવરકુંડલા ગુરુકુળ સંચાલિત જેસર રોડ પર આવેલ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા તેમજ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં શાળાના વિદ્યાર્થિઓ દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવેલ. વિદ્યાર્થિઓ દ્વારા આચાર્ય, શિક્ષક, કારકુન તેમજ સેવકની ભૂમિકા ભજવી હતી અને પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન ખૂબજ સુંદર રીતે કરવામાં આવેલ જેમાં માધ્યમિક શાળાનાં આચાર્ય તરીકે કડવાણી પુષ્ટીબેન, નાકરાણી ફોરમબેન જ્યારે પ્રાથમિક શાળા આચાર્ય તરીકે બોડા રૂદ્ર અને મકવાણા કશ્યપ કિરીટભાઇએ ભૂમિકા ભજવી હતી.
શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર અધ્યનનું મૂલ્યાંકન કરવામાં આવેલ જેમાં દરેક ધોરણમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિઓને ગુરુકુલ સંસ્થા દ્વારા  સન્માન પત્ર આપવામા આવશે. ગુરુકુલ સંસ્થાનાં વડા શાસ્ત્રી સ્વામી ભગવત સ્વામી, ગુરુકુલ સંસ્થાનાં પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદ સ્વામી તેમજ સંસ્થાનાં કોઠારી સ્વામી શ્રી અક્ષર મુકત સ્વામી શાળામાં આવી વિદ્યાર્થિઓને આશીર્વાદ આપેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી વ્યાસ સાહેબ, ઉપાચાર્ય શ્રી કૌશિકસર, વેકરિયાસર તથા તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલ .
બિપીન પાંધી