Gujarat

ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના શિક્ષકોનું ચલાલા પોલીસ પીઆઈ ચાવડા સાહેબ દ્વારા સન્માન

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાતે ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ  ચાવડા સાહેબ તથા પીએસઆઇ  રામાણી સાહેબ સહીત સ્ટાફગણે મુલાકાત લીધી હતી. અને સંસ્થાના પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમજ સંસ્થાના શિક્ષકશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના વડા પુ.શ્રી.ડો. રતિદાદાએ સાહેબોને તંદુરસ્તી તેમજ શ્રેષ્ઠ કામગીરીના આશીર્વાદ આપ્યા હતા. સંસ્થાના ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ સર્વોનું સન્માન કર્યું હતું.
બિપીન પાંધી