Gujarat

ભગવાન જગ્નનાથની રથયાત્રાનો ૧૯ કીમીનો રૂટ ૩૪૮ સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવ્યો છે

અમદાવાદમાં પ્બલિક સેફટી પ્રોજેકટ અંતગર્ત

અમદાવાદ શહેર પોલીસ દ્રારા સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેકટ શરૂ કરવામા આવ્યો છે. આ પ્રોજેકટમા સોસાયટી અને દુકાનદારોને શહેરની સુરક્ષામા મદદરૂપ થવાની જવાબદારી સોંપવામા આવી છે, જેના ભાગરૂપે સૌથી પહેલા અમદાવાદની ભગવાન જગ્નનાથની રથયાત્રાના ૧૯ કીમીના રૂટને સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવ્યો છે.

આ રથયાત્રાને લઈને પોલીસ અગાઉથી એલર્ટ હોય છે.. અને સંવેદનશીલ વિસ્તારો ૬૧ સીસીટીવી કેમેરા પોલીસ દ્રારા કેમરા લગાવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂટ પર ૧૧૬ સીસીટીવી છે. જયારે હવે નાગરિકોએ ૧૭૭ કેમેરા લગાવ્યા છે જેથી આ રૂટને ૩૪૮ સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવ્યા છે.

આ સેફટી પ્રોજેકટની જવાબદારી ક્રાઈમ બ્રાચને સોંપવામા આવી હતી. જના અંતર્ગત ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ દુકાનો ચેક કરી હતી. રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે સજાગતાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરાયું હતું. કોઈ પણ પ્રકારનું તોફાન કે કાંકરીચાળો થાય તેવા સંજોગોમાં પૂરતા પુરાવા મળી રહે અને તોફાની તત્વો પકડાઈ જાય માટે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમા દુકાનદાર કે રહીશોએ કેમેરાનું રેર્કોડિંગ ૧ મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશો આપવામાં આવ્યો છે.

સાથેજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર તમામ રહીશો અને દુકાન માલિક સાથે મિટિંગનું આયોજન કરાયું હતું. દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના સીસીટીવી લગાવવા પડશે. સંવેદનશીલ વિસ્તારમાં ૧૫૦૦ સીસીટીવી કાયમી ધોરણે લગાવવામાં આવશે. જેમાં અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં ૩૪૮ નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જયારે અન્ય દુકાનદારોને સીસીટીવી લગાવવાની સુચના આપવામા આવી છે..જે વેપારી ૧ જૂન સુધી કેમેરા નહિ લગાવે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામા આવશે.