Gujarat

બોડેલી તાલુકાના અલીખેરવા અને રાજખેરવા ગામ વચ્ચે 2 કિમીનો નવીન માર્ગ છેલ્લા દોઢ વર્ષથી દબાણ બાબતે વિવાદ વારંવાર દબાણો દૂર કરવા છતાં ફરી એક વાર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા રહીશોમાં ફરી આક્રોશ 

1.81 કરોડ ના ખર્ચે બની રહેલ માર્ગ વચ્ચેથી ગંગા નગર, રામનગર , જનકલ્યાણ સહિત લગભગ સાત સોસાયટી માંથી માર્ગ પસાર થઈ રહ્યો છે.  2. કિમી આ માર્ગ પૈકી 600 મીટર જ દબાણોને લઇ અધૂરો છોડી દેવાયો હતો. આ બાબતે આર.એન.વી વિભાગ દ્વ્રારા ત્રણ  વઆર નોટિસ આપી તોડી નાખવામાં આવ્યા. આમ છતાં કેટલાક લોકો ફરી વાર હાલમાં પણ દબાણોને લઇ ઓન લાઈન C.M.portal પર અરજી કરતા ફરી એક વાર દબાણો તોડવાની કામગીરી કરવામાં આવતા લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.
બોડેલીના તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર .માર્ગ મકાનના અધિકારી ,પોલીસના મોટા કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવતા અધિકારીઓ સાથે પણ ચકમક જરી હતી. રહીશોનું કહેવું છે કે અમારી પાસે મકાનના દસ્તાવેજ છે. કોઈ જાત નું દબાણ કરવામાં આવ્યું નથી . આમ છતાં અધિકારીઓની મનમાની કરી યોગ્ય માપ કર્યા વગર દબાણો દૂર કરવામાં આવ્યા કેટલાક લોકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે. કે  ને દિવસ પહેલા યોગ્ય માપ કાઢ્યા વગર ત્રણ ઇંચ ચાર ઇંચના માર્ક કર્યા અને આજે તે માર્કના આધારે દબાણો દૂર કરવામાં આવતા લોકો રીતસરના વિફર્યા હતા. કારણ ચાર ઇંચ ના દબાણ દૂર કરતા કેટલાક ના તો મકાનોને મોટું નુકશાન થયું.
   
રહીશો પોતાના દસ્તાવેજ બતાવી રહ્યા છે. પણ તેમની વાત માનવામાં આવી નથી. આ એક જ એવો વિસ્તાર છે. કે જ્યાં દબાણો બાબતે રાજકારણ કેટલાક લોકો રમી રહ્યા છે. બોડેલી અલીખેરવ જેવા વિસ્તારો માં ખુબ દબાણો હોવા છતાં ફક્ત એકજ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવા માં આવે છે. તેવું લોકો નું કહેવું છે.
  
છેલ્લા દોઢ વર્ષ થી રસ્તા ના દબાણો બાબતે  ચાલતા  વિવાદ ને લઇ આજે દબાણો દૂર તો કરવા માં આવ્યા છે ત્યારે ફરી એક વાર તંત્ર દબાણો નો મુદ્દો લઇ ને નહિ આવે તે બાબતે ચિંતિત છે કારણ આ રસ્તા ઉપર તંત્ર દ્વારા ત્રણ વાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જો અગાઉ દબાણો દૂર કરવા માં આવ્યા હતા તે સમયે અધિકારી ઓ પાસે યોગ્ય માપ ના હતો કેમ વારંવાર દબાણ ને લઇ અહી ના રહિશો ને માનસિક દબાણ માં રાખવા માં આવે છે .હવે આ બાબતે પૂર્ણ વિરામ મૂકવા માં આવે તેવુ આ વિસ્તાર ના લોકો ઇચ્છી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર