Gujarat

યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં ફાયર સેફટી અને ફાયર NOC ન હોવાથી 3D થિયેટર સીલ કરાયું

ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના પ્રાંગણમાં દેવેશ ગ્રુપ દ્વારા આર્ટ ગેલેરી 3D મૂવી ગુફાના છેલ્લા દસ વર્ષથી કાર્યરત હતી વર્ષે લાખો યાત્રિકો 3D મુવી ગુફાની લેતા હતા મુલાકાત અને ગુફામાં યાંત્રિકોનો જમાવડો જોવા મળતો હતો રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ સંસ્થા અને જ્યાં લોકોનો જમાવડો થાય છે
ત્યાં ફાયર સેફ્ટી ની ચકાસણી ચાલી રહી છે અગાઉ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ મંદિરની ફાયરની તમામ ચકાસણીઓ કરવામાં આવી હતી ટ્રસ્ટના તમામ કર્મચારીઓ અને પોલીસ જવાનો ને મોફ ડ્રીલ કરી ટ્રસ્ટ દ્વારા ફાયર સેફટી ની તાલીમ પણ આપવામાં આવી 3D મુવી ગુફામાં અંબાજી મંદિર ટ્રસ્ટ ના મામલતદાર અને ફાયર ટીમની ચકાસણી થતા ફાયર એનઓસી નથી અને દેવેશ ગ્રુપ દ્વારા આર્ટ ગેલેરી ચલાવવામાં આવતી હતી અને ગુફામાં જલનશીલ પ્રદા હતા અને ફાઇબરનું બનેલી છે ગુફા યાત્રિકો ને અકસ્માતનો ભય રહેલો છે
માટે ગુફા ને મારવામાં આવ્યું છે સીલ ફાયર સેફ્ટીના ભાગરૂપે 3D મુવી સંચાલકોને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી નોટિસ દેવેશ ગ્રુપ દ્વારા આર્ટ ગેલેરી માંથી નોટિસ નો જવાબ પણ આપ્યો હતો ત્યારબાદ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફરી ગુફા ની ચકાસણી કરવામાં આવી હતી ફાયર સેફટી ની પૂરતી સુવિધા ન હોવાના કારણે 3D મુવી ગુફા ને મારવામાં આવી છે સીલ અગાઉ અકસ્માતનો ભય રહેલો છે અને મંદિર પરિષદમાં આવી કોઈ ઘટના ના બને તે પૂરતી ચકાસણી કરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે નોટિસ આપી હતી Ugvcl એ પણ જાણકારી આપી છે કે માંગણી કરતા વધારે લોડ વાપરી રહ્યા છે 3D મુવી ગુફામાં કોઈપણ પ્રકારના પૂરતા સાધનો ન હતા માટે અને યાત્રિકોની સેફટી માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે દેવેશ ગ્રુપ દ્વારા આર્ટ ગેલેરી 3D મુવી ગુફા ને બંધ નો હુકમ આપ્યો છે