Gujarat

ફૂટપાથ પર મુકાયેલા વર્ષો જૂના જર્જરિત બાંકડા વોકિંગ કરનારા લોકો માટે અવરોધક બન્યા

વિદેશના અનેક દેશોમાં નાગરિકોને વોકીંગ તેમજ જોગીંગ માટે રસ્તાની બાજુમાં વોક વે બનાવવામાં આવે છે. ગાંધીનગરમાં પણ મુખ્ય માર્ગો તેમજ સેક્ટરોના આંતરિક માર્ગો પર વિશાળ ફૂટપાથ બનાવવામાં આવી છે જે વોક વેની ગરજ સારે છે.

સેક્ટરોમાં મોટી સંખ્યામાં લોકો સવારે અને રાત્રે વોકીંગમાં નીકળતા હોય છે પરંતુ અગાઉના વર્ષોમાં ફૂટપાથ પર મૂકવામાં આવેલા બાંકડા હાલ કોઇ ઉપયોગ વિના જર્જરિત અવસ્થામાં પડ્યા છે.

જેને કારણે વોકીંગમાં નીકળતા નાગરિકો માટે અડચણરૂપ બને છે અને લોકોને ફરજિયાત રસ્તા પર ચાલવું પડે છે. મહાનગરપાલિકાએ ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરીને ફૂટપાથ અને રોડની સાઇડ પર આવી બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવો જોઇએ.