પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધતાં પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં રૂપાલાના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જીઁ સહિતના અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધના પગલે સુરક્ષા-વ્યવસ્થા વધારાઈ છે. તો બીજી તરફ, રૂપાલાએ અનુસૂચિત જાતિ વિશે નિવેદન આપીને વિવાદને વધાર્યો છે.
પરશોત્તમ રૂપાલા સામે બે સમાજનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે વિરોધ વચ્ચે રૂપાલાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ક્ષત્રિય આગેવાન સાથેની વાતચીતની ક્લીપ વાયરલ થઈ છે. રૂપાલની વિવાદિત નિવેદન અંગે ઓડિયો ક્લીપમાં ચર્ચા થઈ છે, જેમાં ક્ષત્રિય આગેવાન ખુલાસો માંગી રહ્યાં છે. પરશોત્તમ રૂપાલા પોતાના વિવાદ પર જવાબ આપી રહ્યાં છે.
રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ
ક્ષત્રિય આગેવાનઃ કયા રાજાએ, કઈ તલવારો, ક્યારે કામ નહોતી આવી?
ક્ષત્રિય આગેવાનઃ કયા અંગ્રેજાે જાેડે બેન વ્યવહાર કે બેટી વ્યવહાર કર્યો?
ક્ષત્રિય આગેવાનઃ અંગ્રેજાેનું નામ બોલો, કોઈ રાજાનું કે કોઈ રજવાડાનું નામ બોલો તો તમે?
રૂપાલાઃ અંગ્રેજાેની તલવારો રૂખીઓ ઉપર કામ નહોતી આવી.
ક્ષત્રિય આગેવાનઃ ના ના, તમે જે બોલ્યા છો, એ બોલો
રૂપાલાઃ રૂખી સમાજના કાર્યક્રમમાં જ હું બોલ્યો છું
ક્ષત્રિય આગેવાનઃ હા હા, તમે એ સમાજના કાર્યક્રમમાં જ બોલ્યા
રૂપાલાઃ કાર્યક્રમમમાં ભજન હતાં, ત્યાં હું બોલ્યો છું
રૂપાલાઃ રૂખીઓએ અંગ્રેજાેના દમન સામે, એની તલવારો સામે એ લોકો ન ઝૂક્યા
ક્ષત્રિય આગેવાનઃ ના ના, તમારું સ્ટેટમેન્ટ આખું અલગ છે.
ક્ષત્રિય આગેવાનઃ તમે બોલ્યા હતા કે રાજા રજવાડાં નીચાં થઈ ગયાં
ક્ષત્રિય આગેવાનઃ એમની બેન દીકરીઓના વ્યવહાર કર્યા અંગ્રેજાે સાથે
રૂપાલાઃ અંગ્રેજાે સાથે નહીં, અંગ્રેજાે સાથે નહીં
ક્ષત્રિય આગેવાનઃ તો કોના સાથે, તમે સ્પષ્ટ એવું બોલ્યા છો કે અંગ્રેજાે સાથે
રૂપાલાઃ મારું જે વક્તવ્ય હતું કે આપણો દેશ હજાર વર્ષ ગુલામ રહ્યો
રૂપાલાઃ મુસલમાનો હજારો વર્ષ રહ્યા, અંગ્રેજાે અઢીસો વર્ષ રહ્યા
રૂપાલાઃ એમાં મુસલમાનોના દમન સામે રાજાઓએ બેટી વ્યવહાર કર્યા છે

