Gujarat

માંગરોળમાં રાજાશાહી વખતની પ્રાચીન જય ભવાની ગરબી મંડળે શહેરમાં આકર્ષણ જમાવ્યુ

માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢ વિસ્તારમાં અતિપૌરાણિક ભવાની માતાજી મંદિર ના પટાંગણમા રાજાશાહી વખત થી ચાલતી આવેલ ગરબી આજે પણ પ્રાચીન પરંપરાગત ગરબી યોજાય છે
દરરોજ નાની બાળાઓ હસ્તે માતાજી ની આરતીથી ગરબા શરૂઆત કરી સંગીતના તાલે ગાયક
કલાકારોના મધુર સ્વરે દેસી ગરબા ના સાથે દરરોજ અલગ-અલગ નાટક નૃત્ય ના કાર્યક્રમો એ શહેરમાં આકર્ષક જમાવ્યુ છે.
રાજાશાહી વખતના આ પૌરાણિક મંદિરમાં ભવાની માતાજી બિરાજમાન છે જેમા લોકો ને પણ ખુબજ શ્રદ્ધા અને આસ્થા છે તેમજ નવરાત્રી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ માતાજી ના દર્શને ઉમટી પડતા હોય છે
દરવર્ષે જયભવાની ગરબી મંડળ દ્વારા બાળાઓ પાસે કોઈ પણ ફી લીધા વગર પ્રાચીન ગરબીનુ સુંદર આયોજન યોજાય છે તેમજ દશેરાના દિવસે બાળાઓ ને લાણીરુપે ભેટ પણ આપવામા આવતી હોયછે ત્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા ભવાની ગરબી મંડળ ના પ્રમુખ જયેશભાઈ પરમાર સહિત ટીમ ના સેવાભાવી સભ્યો દ્વારા આ સુંદર વ્યવસ્થા સાથે માતાજી ની આરાધના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામા આવી રહી છે.
રીપોર્ટર= વિનુભાઇ મેસવાણીયા માંગરોળ