છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023 24 ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંત પરમાર, ભાજપના નેતા નારણ રાઠવા,સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ, નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય સહિત મોટી સંખ્યામાં શિક્ષકો આગેવાનો નગરજનો વાલીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય તેમજ શિક્ષકોએ મહેનત કરી હતી. સાથે આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

