અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાના ઘરેલુ પ્રાણી સારસંભાળ કેન્દ્ર, બચાવવામાં આવેલા 400 ઘરેલું પ્રાણીઓ માટે આજીવન આશ્રયસ્થાન પૂરું પાડવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં 74 ભેંસો અને 326 બકરીઓનો સમાવેશ થાય છે, જે ગઢીમાઈ ઉત્સવ સાથે જોડાયેલી ક્રૂર પ્રાણી બલિમાંથી બચાવ્યા છે.
આ બચાવ અભિયાનનું નેતૃત્વ ભારતની અગ્રણી ગુપ્તચર સંસ્થા સશસ્ત્ર સીમા બળ (S.S.B)એ કર્યું હતું, જેમાં બિહાર સરકાર તરફથી મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રાણીઓ, જેને બલિ માટે ભારતના વિવિધ ઉત્તર પ્રાંતોમાંથી નેપાળ તરફ ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહ્યા હતા, તેમને S.S.Bના કર્મચારીઓએ બચાવી લીધા હતા.
આમાં ભારતના અગ્રણી પ્રાણી કલ્યાણ સંગઠનો પિપલ ફોર એનિમલ્સ (P.F.A) અને હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ (S.H.I)નો મહત્વપૂર્ણ સહકાર મળ્યો હતો.

