ત્યારબાદ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની કચેરી ખાતે પણ પહોંચી આ સંદર્ભે સરકાર યોગ્ય પગલા લેવા વિનંતી કરી હતી.

ગતરોજ રાત્રે સાડા નવ કલાકે અહીં સાવરકુંડલા ખાતે આવેલ પૂ. કાનજી બાપુની જગ્યાના વિશાળ મેદાનમાં સાંપ્રત સમયમાં સત્તાધાર મહંત પૂ. વિજયબાપુ ઉપર કરવામાં આવેલા પાયા વગરના આક્ષેપો વિરૂદ્ધ પોતાની લાગણી સત્તાધાર મહંત પ્રત્યે સમર્થન દર્શાવવા અને આ મિથ્યા આરોપો કરનાર સામે કાયદાની મર્યાદામાં રહીને યોગ્ય કાર્યવાહી કરીને આવા મિથ્યા આરોપો કરનારને ખુલ્લા પાડી યોગ્ય નશ્યત કરવા સંદર્ભ સમસ્ત જ્ઞાતિ સમાજની મિટિંગ સંતો મહંતોની ઉપસ્થિતિમાં મળી હતી.

જેમાં ઠરાવ્યા મુજબ આજરોજ બપોરે બે વાગ્યે કાનજીબાપુની જગ્યાએથી વિવિધ જ્ઞાતિ સમાજના પ્રતિનિધિઓ એકઠા થઈને મોટર સાયકલ દ્વારા સંપૂર્ણ શાંત અને લોકતાંત્રિક ઢબે સાવરકુંડલાના સત્તાધાર આપા ગીગામાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા સેવકો સમેત તમામ અહીંથી ધારાસભ્યની કચેરીએ તથા પ્રાંત અધિકારી કચેરી પહોંચી પ્રાંતસાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અને આવા સનાતન ધર્મને બદનામ કરવાના ષડયંત્રમાં કોણ સામેલ છે? તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરવા સરકાર દ્વારા તપાસ હાથ ધરી આવા ખોટા આરોપ કરનારને સખ્ત રીતે નશ્યત કરવાની માંગ પણ કરવામાં આવી.
બિપીન પાંધી સાવરકુંડલા