કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસીકે વાસ્તે હો અપને દિલમેં પ્યાર.. જીના ઈસીકા નામ હૈ..
સાવરકુંડલાના ચામુંડા જવેલર્સનો શોરૂમ ધરાવતા હિતેશભાઈ ચુડાસમાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. હિતેશભાઈ ચુડાસમા એ કેક કાપી જન્મદિવસ ઉજવવાના બદલે તેમનો જન્મદિવસ ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ કે જે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફ્રી શિક્ષણ આપે છે આવા પછાત વિસ્તારના બાળકો સાથે ઊજવણી કરેલ સાથે બાળકો માટે પાઠ્યપુસ્તક,કલર અને નાસ્તો પણ લાવ્યા હતા અને જન્મદિવસની શુભેચ્છાઓ બાળકો પણ ખૂબ આપી હતી અને બાળકો પણ હિતેશભાઈની વાત સાંભળી ખૂબ ખુશ થયા હતા હિતેશભાઈ ચુડાસમા બાળકો માટે જ્યારે પણ કોઈ જરૂર હશે

તો તે તેમના ગ્રુપ દ્વારા યથાશક્તિ મુજબ પૂરી કરશે એવી હૈયાધારણા પણ આપી હતી. આમ હિતેશભાઈએ ખરા અર્થમાં માનવતાના સદ્વિચારને લક્ષમાં રાખીને જન્મદિવસની ઉજવણી કરી.. આવી રીતે સમાજના તમામ લોકો જન્મદિવસ નિમિત્તે કોઈ સત્કાર્ય કરે તો ખરા અર્થમાં દેશની સૌથી મોટી સેવા જ કરી ગણાય.
બિપીન પાંધી

