જેતપુરમાં માનવતા મરી પરવારી..!
મૃતક બીમારીથી પીડાઈ રહ્યા હતા અને મૃત્યુ નીપજયુ. પરંતુ આજુબાજુમાં રહેતા લોકો વારે ના આવ્યા.
જેતપુરમાં માનવતા શર્માસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કહેવત થશે કે માનવતા મરી પરવાળી તે આ કિસ્સાને લાગી આવે છે. શહેરના લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ હાઉસિંગ બોર્ડના બ્લોકમાંથી બીમાર વ્યકિતની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહ માં કીડાઓ પડ્યા હતા.પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી.
વિગતવાર પ્રમાણે જેતપુર શહેરના લક્ષ્મી નગર સોસાયટીમાં આવેલ હાઉસિંગ બોર્ડના એક બ્લોકમાં છેલ્લા ઘણા સમયથી એકલ વાયુ જીવન જીવતા અને આગળ પાછળ પરિજનો વગરના વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
હાઉસિંગ બોર્ડના બ્લોકમાંથી મળી આવેલ મૃતદેહ લોહાણા કિરીટભાઈ કારીયા ઉ.વ 52 નો આજે કોહવાયેલી હાલતમાં અતિ દુર્ગંધ અને કીડા પડેલ હાલતમાં મૃતદેહ મામલે પોલીસને સ્થાનિકોએ જાણ કરી હતી. છેલ્લા દસ દિવસથી બીમાર અને અશક્ત મૃતકનો મૃતદેહ પડ્યો હતો.
આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ આ વ્યક્તિની જાણ સુધા પણ લીધી ન હતી. આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન પ્રસાર કરતાં હતા અને બીમાર હતા. ઘટના સ્થળે નગરપાલિકાની ટીમ,પોલીસ, અને સેવાભાવી લોકો પહોંચ્યા હતા. મૃતકના મૃતદેહને કીડાઓ અને દુર્ગંધ મારતી હાલતમાં પહેલા માળેથી નીચે ઉતારવામાં આવી હતી. અને તેમના દૂરના સગાઓને જાણ કરવામાં આવી હતી.
ત્યારે ખરેખર નજરે જોનાર લોકો આ દસ દિવસથી કોહવાયેલી અને દુર્ગંધ મારતા મૃતદેહને જોઈને આજુબાજુના પાડોશીઓ પર ફિટકાર વરસાવી રહ્યા હતા. પોલીસ દ્વારા લાશને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અને સેવાભાવી લોકો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

