Delhi Gujarat

તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મળીને ઉમેદવારોના ખર્ચ વિસ્તાર પ્રમાણે નક્કી કર્યા

દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પ્રથમ મતદાન ૧૯મી એપ્રિલે થશે અને ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે. દરમિયાન, ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં) એ ચૂંટણી ખર્ચને નિયંત્રિત કરવા માટે સૂચનાઓ જારી કરી છે. તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (ઝ્રઈર્ં) એ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મળીને ઉમેદવારોના ખર્ચ વિસ્તાર પ્રમાણે નક્કી કર્યા છે. તમામ સીઈઓએ આ અંગેનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી દીધો છે.

હવે જાેવાનું એ રહે છે કે ઉમેદવારો પાણીથી માંડીને ફટાકડા અને ચાથી લઈને પ્રચાર સુધીની દરેક બાબતો પર ખર્ચની મર્યાદા અંગેના નિયમોનું પાલન કરી શકશે કે નહીં. તેમજ આયોગ સમક્ષ કેટલા ઉલ્લંઘનના કેસ આવે છે. આ કારણે ઉમેદવારોએ દરેક પૈસાનું બિલ અને હિસાબ ચૂંટણી પંચને આપવાનો રહેશે. આયોગની સૂચનાથી જિલ્લા કક્ષાએ ઉમેદવારો માટે વસ્તુઓની કિંમત યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ઉમેદવારોના ખર્ચના દર પણ નક્કી કરવામાં આવ્યા છે. યુપીમાં આ વખતે ચા અને સમોસાની કિંમત ૧૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે જલેબીનો દર ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે.

સિંગલ નોન-એસી રૂમનો દર ૧૧૫૦ રૂપિયા અને ડબલ બેડનો દર ૧૫૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બે લીટર ઠંડા પીણાની બોટલની કિંમત ૯૦ રૂપિયા, શાકાહારી ભોજનની પ્લેટની કિંમત ૮૦ રૂપિયા અને માંસાહારી પ્લેટની કિંમત ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. અડધા લિટર પાણીની બોટલની કિંમત ૧૦ રૂપિયા, એક લિટરની ૨૦ રૂપિયા અને બે લિટરની ૩૦ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે.

ઈન્ડિકા, વેગન આર, ટાટા સુમો, મારુતિ જીપ્સી નોન-એસીનો દર ૧૧૦૦ રૂપિયા પ્રતિ દિવસ રાખવામાં આવ્યો છે અને આ એસી વાહનોનો દર ૧૨૧૦ રૂપિયા પ્રતિ દિવસ રાખવામાં આવ્યો છે. સ્કોર્પિયો, ટવેરા, ઇનોવા, બોલેરો નોન-એસીનો રેટ ૧૨૯૪ રૂપિયા અને એસી વાહનો માટે ૧૮૧૫ રૂપિયા પ્રતિ દિવસનો દર નક્કી કરવામાં આવ્યો છે. તેલ વગરની ટ્રેક્ટર ટ્રોલી માટે પ્રતિ દિવસ રૂ. ૪૮૪, તેલ વગરની મોટર સાયકલ દ્વારા પ્રચાર માટે રૂ. ૪૦૦ પ્રતિ દિવસ અને સાયકલ પર પ્રચાર કરવા માટે રૂ. ૧૦૦ પ્રતિ દિવસનો દર નક્કી કરવામાં આવ્યો છે.

એર કંડિશનરવાળા સિંગલ બેડ રૂમનો દર ૧૬૫૦ રૂપિયા અને ડબલ બેડ રૂમનો દર ૧૮૧૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ દરો ત્યારે નક્કી કરવામાં આવ્યા હતા જ્યારે કમિશન લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને રાજ્યવાર પ્રવાસ કરી રહ્યું હતું. ત્યારબાદ તમામ સીઈઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે દરેક જિલ્લામાં ઉમેદવારોના ખર્ચ અંગે જે યાદી નક્કી કરવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.