સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સ્થાનિક સંસ્થા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સફાઈ કામગીરી તંત્રને કરવાની હોય પણ તંત્ર આ કામગીરીમાં નિષ્ફળ નિવડતા સ્થાનિક સંસ્થાએ ડેમ સફાઈની કામગીરી હાથમાં લીધી હતી. એક તરફ ડેમ સફાઈ અને જાળવણી પાછળ તંત્ર સરકારના નાણાનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં પણ સફાઈ ન થતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. એમાંય સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પીવાના પાણી માટેનો આરક્ષિત ડેમ છતાં પણ તેમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.
સ્થાનિક સંસ્થાના લોકોએ સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમની સફાઈ કામગીરી હાથ ધરી હતી. અને ડેમમાં જામી ગયેલા કચરાના સ્તર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.