દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ તારીખ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવામાં આવેલ, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલા લેવામાં આવી રહેલ છે. તેમજ ગુજરાતના વિકાસની વણથંભી વણઝાર ચાલુ રહેલ છે. જેને ૨૩ વર્ષ પૂર્ણ થયા ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪નો સમય ગુજરાતના વિકાસનો સંક્રાંતિકાળ રહ્યો છે.
૨૦૧૩માં છોટાઉદેપુર જિલ્લો અસ્મિતામા આવ્યો. આ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ વિકાસના કાર્યો હાથ ધર્યા પરિણામ સ્વરૂપ લોકોનું જીવન ધોરણમાં બદલાવ આવ્યો. આ બદલાવ વિશે વાત કરતા છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામના રામાભાઈ રાઠવા જણાવે છે કે, તેઓ ગ્રામ વન વિકાસ મંડળ – ભીલપુરના પ્રમુખ છે. પહેલા જંગલ નાશ થવાને આરે હતાં. ત્યારે વન વિભાગના અધિકારીઓ અને ગ્રામ્યજનો એ જંગલને બચાવવાનું નક્કી કર્યુ. વન મંડળી દ્વારા ૨૦૫ની વન મંડળી બનાવી. આ સભ્યોએ ૬ વ્યક્તિઓની ટુકડી બનાવી જંગલ વિસ્તારના વાંસ અને અન્ય વૃક્ષો વાવવાનું અને જતન કરવાનું શરૂ કર્યુ.
જેથી સારા એવા વાંસ પરીપકવ થયા. આ વાંસ તે સમયે જરૂરીયાતમંદ પરિવારોને પહેલા આપવામાં આવ્યા હતા. વધેલા વાંસને સભાસદોને વિતરણ કરી અનાજ ભરવાનો મોસીટો, સફાઇ માટે સાવરણો તેમજ ઘરના માળીયાવાળા ભાગે સરસામાન મુકવા માટે ખપેડા બનાવ્યા. આમ ગ્રામ્યજનોને આજીવિકા મળી હતી. આજે ભીલપુર ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા જંગલનું સરક્ષણ કરવામાં આવે છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે વન વિભાગ દ્વારા ગામમાં વાસણો અને સ્લેપ ભરવા માટે મિક્સર મશીન આપવામાં આવ્યું છે. મોદી સાહેબ આવ્યા પછી અમને પાકા આવાસ અને શૌચાલયની સુવિધાઓ મળી છે. આજે અમારા ગામમાં બધાની પાસે પાકા મકાન છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

