Gujarat

પી.એમ. આવાસ યોજનાના લીધે ‘ઘરના ઘર’નું સપનું સાકાર થયુંઃ પુષ્પરાજસિંહ સોલંકી

રાજકોટમાં વાવડીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી માને છે,

ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારનો આભાર

‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના ના હોત તો અમારા માટે ‘ઘરનું ઘર’ શક્ય ના બન્યું હોત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ યોજનાથી અમને ‘ઘરનું ઘર’ મળ્યું છે’’ – આ શબ્દો છે રાજકોટના વાવડીમાં મનસુખભાઈ છાપિયા ટાઉનશીપ (પી.એમ. આવાસ)માં રહેતા શ્રી પુષ્પરાજસિંહ જશવંતસિંહ સોલંકીના ૩૪ વર્ષના પુષ્પરાજ સિંહ પોતે પ્રાઇવેટ જોબ કરે છે અને પત્ની તથા બાળક સાથે રાજકોટના વાવડીમાં પી.એમ. આવાસ યોજનામાં વન બી.એચ.કે. (બેડરૂમ, હોલ, કીચન)ના ફ્લેટમાં રહે છે. માત્ર રૂપિયા ત્રણ લાખમાં સુવિધાસભર ફ્લેટ મળવા બદલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માને છે.

પુષ્પરાજસિંહ કહે છે કે, ફ્લેટ ખૂબ જ સરસ સુવિધાવાળો છે, વિંગમાં બે-બે લિફ્ટ છે,  નળ-પાઈપથી ગેસ કનેક્શન પણ અપાયેલા છે, ત્રણ માળનો કમ્યુનિટી હોલ છે. હવા-ઉજાસ પણ સારા છે. અમે અહીં આનંદથી રહીએ છીએ. તેઓ કહે છે કે, જો સરકારે આ યોજના બહાર ના પાડી હોત તો, આટલા ઓછા ભાવમાં આટલો સરસ ફ્લેટ શક્ય જ નહતો.

અગાઉ ભાડાના મકાનમાં પડતી હાલાકી અંગે તેઓ કહે છે કે, ગાંધીગ્રામમાં ભાડે રહેતા હતા ત્યાં અનેક તકલીફો પડતી હતી. જો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી આવાસની યોજનામાં ઘરનું ઘર મળતાં અમારી તકલીફો દૂર થઈ છે.