Gujarat

રક્ષાબંધનનું પર્વ ભાઇબહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પર્વ

શ્રાવણ માસની ગણના એક પવિત્ર માસ તરીકે થાય છે.શ્રાવણને તહેવારોનો મહિનો પણ કહેવાય છે. રક્ષાબંધનનું પર્વ ભાઇબહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પર્વ હોઇ આ પર્વ ભારે હર્ષોલ્લાસ અને આનંદ સાથે ઉજવાય છે રક્ષાબંધન  નિમિત્તે  બહેન ભાઈના હાથ પર રક્ષા ( રાખડી ) બાંધીને તેના ભાલ પર તિલક કરે છે. અને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરે છે.
રક્ષારૂપી રાખડીના કવચ દ્વારા બહેન ભાઇની સુખ, સમૃદ્ધિ, પ્રગતિ, સલામતી, દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવીને પ્રાર્થના કરે છે. જ્યારે ભાઇ પણ બહેનની લાજ, સલામતીની જવાબદારી સ્વીકારીને બહેનના રક્ષણ માટે વચનબદ્ધ થાય છે,તેમજ બહેનને પોતાની યથાશક્તિ ભેટ પણ આપે છે. ભાઇ બહેનના પવિત્ર પ્રેમ સાથે જોડાયેલું રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે અંકલેશ્વર શહેર ના સુરતી ભાઞોળ ખાતે થી આવોજ એક  ભાઈ બહેન નો એક કિસ્સો સામે આવ્યો છે
અંકલેશ્વર શહેર ના સુરતી ભાઞોળ ખાતે રહેતા જાવીદ ભાઈ શેખ ને પાછલા 10 વષ થી સુરતી ભાઞોળ ખાતે જ રેહેતી કંચનબેન રાજેશભાઈ વસાવા રાખડી બાંધે છે અને જાવેદ ભાઈ શેખ પણ તેમની બહેન કંચનબેન રાજેશભાઈ વસાવા ના કોઈ પણ સારા નરસા પ્રસંગોમાં એક ભાઈ તરીકે હાજરી આપી પોતાની ભાઈ તરીકે ની ફરજ બજાવતા હોય છે
વિરલ ગોહિલ, ભરૂચ