Gujarat

જેતપુરના ધોરાજી રોડ પરનું ફાટક સાત દિવસ બંધ રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું 
જેતપુરમાં જ્યાંથી દરરોજ હજારો વાહન અવરજવર કરે છે તેવા ધોરાજી રોડ પરનું રેલ્વે ફાટક પાસે નવા બની રહેલી ઓવરબ્રીજ ની કામગીરીને કારણે 4 દિવસ સુધી બંધ રહેશે. આ રોડ બંધ રહેવાનું દરરોજ અવરજવર કરતા હજારો લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને સાતેક કિમી ફરવા કરતા ધોરાજી રોડ પર કોઈ જગ્યાએથી ડાયવર્ઝન આપવા માંગ કરી હતી. જેતપુર શહેરની 25 ટકા જેટલી વસ્તી જ્યાં વસવાટ કરે છે તે વિસ્તારમાં અવરજવર માટે આ રોડ ઉપર ક્રોસિંગ કરીને જવું પડે છે.
જો કોઈ કારણસર આ ઓવરબ્રિજના કારણે બંધ હોય તો ફાટક પછીના અસંખ્ય સાડીઓના કારખાનાઓ, છથી સાત જેટલી સ્કૂલના વાહનો તેમજ જલારામ નગર ૧-૨-૩, નીલકંઠ સોસાયટી, દાસી જીવણપરા વગેરે દસેક જેટલાં વિસ્તારના લોકોને ધોરાજી રોડ પર આવવા માટે સાત કિમીનો ફેરો થાય તેમ છે. ઓવરબ્રિજની તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આજથી 8 મે થી 11 સુધી આ રોડ પર વાહન વ્યવહાર માટે બંધ રહેવાની જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોશી જાહેરાત કરવામાં આવી છે. અને આ માટે રેલ્વે વિભાગ દ્વારા જેતપુર પાલિકા, સિટી પોલીસ સ્ટેશન, જેતપુર એસ.ટી ડેપો તેમજ મામલતદારને જાણ કરવામાં આવી છે.