રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમના પવનોને પગલે છેલ્લાં 3 દિવસથી ગરમીમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. પરંતુ સોમવાર સવારથી ફરીથી પવનની દિશા બદલાઇને ઉત્તર-પશ્ચિમીન પવનો શરૂ થયાં છે, જેની અસરથી એક જ દિવસમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધીને ફરી 45.2એ પહોંચી ગયો છે. હજુ બે દિવસ 44થી 45 ડિગ્રી અને એ પછી ત્રણ દિવસ 41થી 43 ડિગ્રી ગરમી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા અનુસાર બે દિવસ ઉપરના લેવલના દક્ષિણ-પશ્ચિમ પવનો ફૂંકાતા હતા. જેની અસરથી ગરમી થોડી ઘટી હતી. પરંતુ સોમવારે જમીનના લેવલથી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો શરૂ થયાં હતા, જેને કારણે શહેરના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો.

