તીર્થધામ બહુચરાજીનું એક સમયનું નયનરમ્ય ઐતિહાસિક બાંધલિયું તળાવ આજે ગંદકીથી ખદબદી રહ્યું છે. મંદિરના ઉત્તર પ્રવેશદ્વાર બહાર આવેલું આ તળાવ ગાયકવાડ મહારાજાએ બંધાવ્યું હતું.
પરંતુ વેપારીઓએ તળાવની પાળ તોડી તેની ઉપર જ દુકાનો તાણી બાંધી અને જાજરૂ બાથરૂમ તળાવની અંદર જ બનાવી દીધા છે.
કચરો પણ તળાવમાં ફેંકાતો હોઇ એક સમયે જે તળાવનું પાણી લોકો આચમન કરતા હતા, તે આજે દુર્ગંધ મારી રહ્યું છે. દરેક ઘાટ ઉપર ગંદકીના ઢગલા ખડકાયાં છે. તળાવ શુદ્ધ થવાને બદલે પ્રદૂષિત થઈ ગયું છે. ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
છતાં નતો મંદિર ટ્રસ્ટ સફાઇ કરાવે છે, ન તો ગ્રામ પંચાયતને પડી છે. પરિણામે, શ્રદ્ધાળુઓ તળાવની બદહાલત જોઇ નિશાસા નાખી રહ્યા છે.

