હડીયાણા ગામે મુસ્લિમ સમાજ ના પવિત્ર મહિનો રમઝાનુલ મુબારકનો પવિત્ર માસ પુર્ણ થયેલ આ પવિત્ર માસ માં દુનિયાભર ના મુસ્લીમો ખુદાની ઈબાદત રોઝા, નમાઝ, ઝકાત તથા એતેકાફ દ્વારા કરે છે.. રમઝાન માસના આખરી ૧૦ દિવસો માં ઈબાદત એતેકાફ છે.. જેમાં ૧૦ દિવસ ઘર-પરિવાર તથા દુનિયાદારી થી દુર રહી મસ્જીદમાં બેસીને ખુદાની ૧૦ દિવસ બંદગી કરવાની હોય છે.. આ ઈબાદત માટે જોડીયા તાલુકા ના હડિયાણા ગામમાં 1.. કાસમ હુશેનભાઈ ગોધાવ્યા અને 2.. શૌકત હાસમભાઈ કાતિયાર ( સોહરવર્દી ) ૧૦ દિવસનો એતેકાફ કરેલ અને ખુદાની ઈબાદત કરી તથા ભારત દેશની તરકકી માટે દુવા કરેલ તથા શૌકતભાઈના ૯ વર્ષ ના બાળક અને ધો.4 માં અભ્યાસ કરતા કરતા મો. શૈહાન શૌકતભાઈ કાતિયાર ( સોહરવર્દી ) રમઝાન માસ ના 30 રોઝા પુરા કરેલ.. આ નિમીતે સુન્ની મુસ્લીમ જમાતે તેમનુ ફૂલહારથી સનમાન કરેલ જેમા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ નજીરભાઈ તુર્ક , ઉપ પ્રમુખ નવસાદભાઈ માજોઠી તથા સૈયદ મોંહમદબાપુ કાદરી , તમામ આગેવાનો તથા તમામ સુન્ની મુસ્લીમ જમાતે હાજરી આપેલ.