Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સિહાદા ગામે સબ સેન્ટર બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ સિહાદા ગામમાં કન્ટ્રક્શન ઓફ ન્યુ સબ સેન્ટર બિલ્ડીંગ વિથ કમ્પાઉન્ડનું કામગીરી ₹34 લાખના ખર્ચે કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયત સદસ્ય  સુરેશભાઈ રાઠવા,તાલુકા સદસ્ય રાકેશભાઈ રાઠવા ,સરપંચ ખીમજીભાઈ
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.ભરતસિહ ચૌહાણ,કવાંટ તાલુકાના હેલ્થ ઓફિસર જિગ્નેશ પ્રજાપતિ, કનલવા મેડિકલ ઓફિસર ડો.રુતાગી બેન વસાવા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર