Gujarat

વડોદરામાં IOCL આગની ઘટના, ૪૦ દિવસ પહેલાં પણ આગ લાગી હતી

વડોદરામા IOCLન્માં સાંજના સમયે રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. ઘટનાના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગ પર ફાઈરની ટીમે કાબુ મેળવ્યો છે.

વડોદરાની IOCL રિફાઇનરીમાં ગઈકાલે ફરી એકવાર આગ લાગી છે. IOCL રિફાઇનરીમાં ૪૦ દિવસમાં બીજી આગની ઘટના છે. અગાઉ ૧૧ નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં ૨ કામદારોના મોત થયા હતા. આ સમગ્ર મામલે જીલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતાં. હજુ તો આ ઘટના ભુલાઈ નથી અને આ ઘટના કયા કારણોસર બની તે અંગેના રિપોર્ટ પણ એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યો નથી.

ત્યારે આજે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ગ્રામ્ય જીડ્ઢસ્ એ જણાવ્યું હતું કે, આ ઘટના અંગેની જાણ થતા અમારી ટીમ અને અમે સ્થળ પર પહોંચ્યા છીએ. હાલમાં સ્થાનિક ફાયારની મદદથી આગને કાબુમાં લેવામાં આવી છે. આ આગ લાગવાનું પ્રથામિક કારણ કેબલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યુ છે છતા આ અંગે અમે તપાસ કરીશું. સ્થાનિક ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે અને પ્રાથમિક તપાસમાં કેબલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જાેકે, સત્તાવાળાઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ રિફાઇનરીની સલામતી સંબંધિત ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.