અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા એક ગોડાઉનમાં ઘઉંની ગુણો ઉતારતી સમયે અકસ્માતે ગુણીઓ પડતા પાંચ મજૂરો દબાયા હતા. જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ચારને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં આજે મજૂરો ઘઉંની ગુણીઓ ઉતારી રહ્યા હતા. અકસ્માતે ગુણીઓ મજૂરોની માથે ધસી પડતા પાંચ મજૂરો દબાયા હતા જેમાં એકનું મોત નિપજ્યું છે.
જ્યારે ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નવા માર્કેટીંગ યાર્ડમાં બનેલી આ ઘટનાના પગલે વેપારીઓ અને અન્ય મજૂરોમાં દોડધામ મચી હતી.
અમરેલી નવા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીનો સંપર્ક કરતા કહ્યું હતું કે, યાર્ડમાં આવેલ વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી. જે ઉતારતા સમયે બનાવ બન્યો છે.
એક મજૂરનું મોત, ચાર મજૂરો ઘાયલ થયા નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના ગોડાઉનમાં બનેલી આ ઘટનામાં નવા ખીજજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના 30 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે. જ્યારે જયંતીભાઈ જીવરાજભાઈ ભેસાણીયા, વિપુલ ગોહિલ, ધનસુખભાઈ દેવજીભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.