Gujarat

યાત્રાધામ દ્વારકાના બૌદ્ધિક વર્ગને ટૂંક સમયમાં હેરીટેજ નઝરાણું મળશે

યાત્રાધામ દ્વારકામાં લગભગ 153 વર્ષ જુની ગાયકવાડ સરકાર કાળની લાયબ્રેરીનુ નવનિર્માણ કામ પુરજોશમાં ચાલી રહયુ છે.ટુંક સમયમાં જ બૌદ્વિક વર્ગને હેરીટેઝ નઝરાણુ મળશે. દ્વારકાના સિધ્ધનાથ રોડ પર આવેલ ગાયકવાડ સરકાર સમયની સન 1870 માં નિર્મિત લાયબ્રેરીનું હાલમાં નવનિર્માણ કાર્ય ચાલી રહયુ છે.

લગભગ 153 વર્ષ જૂના જર્જરિત બનેલાં હેરીટેજ નઝરાણાની પૂરજોશમાં ચાલતી નવનિર્માણ કામગીરીથી શહેરના બુદ્ધિજીવી વર્ગને ટૂંક સમયમાં નવલું નઝરાણું પ્રાપ્ત થશે. શહેરમાં આવેલા સાર્વજનિક પુસ્તકાલયની બિલ્ડિંગ લાંબા સમયથી ખસ્તાહાલ હોય, જેને જીવંત રાખવા શહેરના બુધ્ધિજીવી વર્ગએ વિવિધ માધ્યમોથી ખૂબ મહેનત કરી છે.

સાર્વજનિક પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દુ, મરાઠી, અંગ્રેજી, મલયાલમ ભાષાના પુસ્તકો સહિત રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથો સહિત હજારો પુસ્તકો મોજૂદ છે.

આ પુસ્તકાલયમાં નિયમિત વાંચન કરી શહેરના અનેક યુવાનો સારી પોસ્ટ પર પદનિયુક્ત થયા હોય ત્યારે પ્રાચીન પુસ્તકાલય પુનઃ ધમધમતુ થયે આજના ડીજીટલ યુગમાં વાંચનના શોખીનો માટે હેરીટેજ અને પુનઃ સુંદર વાંચનાલય પ્રાપ્ત થશે.