ભાવનગરમાં વરતેજમાં ડોક્રટર શિવરાજ લાખાણીની ત્યાં જ રહેતા પ્રકાશ રાજુ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન પંડ્યા, કિશન ઉર્ફે કે.પી. ડગલા, રિતેશ ઉર્ફે ભાલુ ખેસ્તી, દેવ ઉર્ફે અગુ ચુડાસમા તથા અન્યોએ લાકડીઓ વડે માર માર્યા પછી છરીના ઘા મારી હત્યા કરી હતી. ભાવનગરમાં વરતેજમાં ડોક્રટર શિવરાજ લાખાણીની ત્યાં જ રહેતા પ્રકાશ રાજુ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન પંડ્યા, કિશન ઉર્ફે કે.પી. ડગલા, રિતેશ ઉર્ફે ભાલુ ખેસ્તી, દેવ ઉર્ફે અગુ ચુડાસમા તથા અન્યોએ લાકડીઓ વડે માર માર્યા પછી છરીના ઘા મારી હત્યા કરી હતી.
શુક્રવારે બપોરે ૧ઃ૦૦ વાગ્યાના સુમારે એરપોર્ટ, યોગીનગરમાં રોડ, ભાવનગરમાં ડોક્ટરની છરીના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.. પોલીસે હત્યા કરનાર સગીર સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. ૨૪ વર્ષીય કહાન લાખાણીએ ઘોઘરોડ પોલીસ સ્ટેશનમાં મ્દ્ગજીની કલમ ૧૦૩(૧), ૧૧૮(૧), ૧૯૦, ૧૯૧(૨) હેઠળ કેસ નોંધ્યો છે.
કહાન લાખાણીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, “દિવાળીની રાત્રે, તે અને તેનો મિત્ર કિશન ડીઝલ ભરવા માટે તેમની કિયા સેલ્ટોસ કારમાં ઘરેથી નીકળ્યા હતા, તેથી જ્યારે મેં કારનું હોર્ન વગાડ્યું અને તેમને બાજુમાં હટવા માટે કહ્યું હતું. તેના લીધે તેઓ બધા ગુસ્સે થયા. આ પછી તે બધા મારી કાર પાસે આવ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા તેઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તેના પછી તીક્ષ્ણ હથિયારો લાવી કાર પર પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. તેમજ ભાવિન ઉર્ફે ભાવિન પંડ્યાએ લોખંડના સળિયા વડે કહાન લાખાણીના માથા અને મોઢામાં ઇજા પહોંચાડી હતી, જેથી કહાને તેના પિતાને બોલાવ્યા હતા, આરોપીઓએ તેના પિતા શિવરાજ લાખાણીને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેના પછી રિતેશ ઉર્ફે ભાલુને પોતાની પાસે રાખેલ છરી વડે છાતીમાં જીવલેણ ઘા મારીને હત્યા કરી નાખી હતી. તમામ લોકો ભાગી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

