જામનગર શહેરની મધ્યમાં આવેલા ત્રણબત્તી ચોકમાં અવારનવાર દુકાનોના તાળા તૂટતા રહે છે. ચાર મહિનામાં ચોથી ઘટના ગતરાત્રિએ ઘટી છે. જેમાં 4 દુકાનોના તાળા તૂટ્યા હતા રોકડ ગઈ હોવાનું સામે આવ્યું નથી. પરંતુ તસ્કરો માલસામાન ચોરી ગયા હતા.

દુકાન રેલવેના ભાડા પટ્ટા ઉપર હોવાથી દુકાનમાં પાકી છત ન હતી. જેને લઈને ચોર દુકાનના છતના ભાગે પતરા લગાવેલા હોય તે તોડી અંદર ત્રાટકયા હતા. ફરસાણ અને અગરબત્તીની દુકાનમાંથી રોકડ અને મુદામાલની ચોરી થયાની રાવ ઉઠી છે.
જ્યારે અન્ય બે કરિયાણાની દુકાનમાંથી માલસામાન ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી કેમેરાના આધારે તપાસ ચાલુ કરી છે. વધુ એક વખત દુકાનોના તાળા તૂટતા ચકચાર જાગી છે.