સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરની સેવાકીય સાધનાને લક્ષમાં રાખીને અમેરિકા સ્થિત દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ દ્વારા માનવમંદિરને એક લાખ અગીયાર હજારનું અનુદાન અર્પણ કર્યું.
સાવરકુંડલાના વતની હાલ અમેરીકા રહેતા દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ તરફથી હરિના બાળક માટે એક રૂમના દાતાશ્રી બની રૂપિયા એક લાખ અગીયાર હજાર આપવા માટે અરવિંદભાઈ સલોત, ભદ્રેશભાઈ દોશી, હિતેનભાઈ દોશી, પ્રણય દોશી માનવમંદિર આવેલ.પૂજ્ય ભક્તિરામબાપુએ ધન્યવાદ કહી આશીર્વાદ આપેલ..આ માનવમંદિરમાં આશ્રિત હરિના બાળકોની માવજત અને સારસંભાળ પ. પૂ ભક્તિરામબાપુ પરિવારની માફક કરી રહ્યા છે. પ. પૂ. ભક્તિરામબાપુએ આ સંસ્થા માટે કદી પણ ફંડ ફાળો ઉઘરાવ્યો નથી. અહીં મુલાકાત લેતાં સમાજ શ્રેષ્ઠિઓએ સંસ્થાના સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ નિહાળીને પ્રસન્નતાથી અનુદાન આપતાં જોવા મળે છે. આ સંસ્થાની અંદર નાત જાત, અમીર ગરીબ વગેરેના ભેદભાવ વગર માત્ર સૌ પરમાત્માના સંતાન છે એમ સમજી અહીં સમાજ દ્વારા તરછોડાયેલ મનોરોગી બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. અહીંની તમામ સેવા મનોરોગી બહેનો માટે નિશુલ્ક ધોરણે પ. પૂ ભક્તિરામબાપુ દાતાશ્રીઓના સહયોગથી પૂરી પાડી રહ્યા છે. આપ પણ ઈચ્છો તો આ સંસ્થાની પ્રત્યક્ષ મુલાકાત લઈને તેની સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળી શકો છો. એક વાત ચોક્કસ છે કે આવી સંસ્થાઓમાં આપનું અનુદાન એટલે માનવસેવાના મહાયજ્ઞમાં આપની પ્રસન્નતા પૂર્ણ આહુતિ જ ગણાય.

