યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, તા. 23 માર્ચથી તા. 31 માર્ચ સુધી યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. તા. 22ને શુક્રવારે સવારે 9 સુધી જ આવક આવવા દેવાશે. બાદમાં આવક બંધ કરવામાં આવશે અને ઉતરાઈ કરવા દેવાશે નહીં.
તા. 23ને શનિવારે પેન્ડીંગ માલની હરાજી કરાશે. જ્યારે તા. 31 માર્ચને રવિવારે બપોરે 4 કલાકથી આવક શરૂ કરવામાં આવશે અને તા. 01 એપ્રિલને સોમવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે.
જેની તમામ કમિશન એજન્ટ, વેપારીઓ અને ખેડૂત ભાઈઓએ નોંધ લેવા જણાવ્યું છે.

