ક્રાઈમ બ્રાંચે ચંડોળાથી બે આરોપીને ઝડપી લઈ ૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, સાત ગુનાના ભેદ ઉકેલાયા નવસારીના બિલીમોરામાં અઠવાડિયા અગાઉ નેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનાથ જૈન દેરાસરમાંથી ચાંદી, પંચધાતુની મૂર્તિ અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ અંગે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
બીજીતરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઈસનપુર ચંડોળા નજીકથી બે શખ્સોને ઝડપી લઈને પાંચધાતૂની મૂર્તિ, આરતી. ચાંદીના ચોરસા અને રોકડ રકમ ળીને રૂ.૭.૦૧.૨૦૦ નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપીઓના નામ મૂળ પષ્ચિમ બંગાળમાં રહેતા અને હાલ ચંડોળા તળાવમાં બંગાળી વાસમાં રહેતા મોહમ્મદ આમીનૂર ઉર્ફે ભયેકર એમ.પઠાણ તથા પષ્ચિમ બંગાળના અને હાલ ચંડોળા તળાવમાં બંગાળી વાસમાં રહેતા યાસીન કલામ શેખ હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય ચોરીમાં સંડોવાયેલો અનેય આરોપી એહોસામુદ્દીન ઉર્ફે કમાલ જે.શેખ પણ ચંડોળા તળાવ ખાતે રહે છે અને હાલ કોલકાતા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આતી ક્રાઈમ બ્રાંચે ખડકપુર આરપીએફ પોલીસને જાણ કરતા આરપીએફ પોલીસે તેની અટક કરી હતી.આરોપીઓ વિરૂધ્ધ અગાઉ બિલીમોરા, અડાલજ પોલીસ સ્ટેશન સહિત ઘરફોડ ચોરીના સાત ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
તે સિવાય મોહમેમદ આમીનૂર સામે અમદાવાદ અને સુરતમાં કુલ ૧૦ ગુના નોંધાયેલા છે. જ્યારે યાસીન શેખ વિરૂધ્ધ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાત ગુના નોંધાયેલા છે.

