રિડેવલપમેન્ટમાં બિલ્ડર તરફથી મળતા ઘર ભાડાં પર ઈનકમ ટેક્સ લાગે કે નહીં?
ઈન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે બિલ્ડર પાસેથી ભાડાનું વળતર ફલેટ માલિકને આપવામાં આવે તો તેના પર ટેક્સ લાગુ નહીં પડે. ફફ્લેટ માલિકે ભાડાં પર અન્ય જગ્યાએ આવાસ લીધું ન હતું પરંતુ તે તેમના માતાપિતા સાથે રહેવા ગયા હોવાથી ભાડું લાગુ પડયું ન હોતું. સામાન્ય રીતે જ્યારે કોઈ બિલ્ડિંગ રિડેવલપમેન્ટ માટે જાય છે ત્યારે ફલેટ માલિકોને બિલ્ડર દ્વારા વૈકલ્પિક આવાસ આપવામાં આવે છે અથવા માસિક ભાડાનું વળતર ચૂકવવામાં આવે છે.
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ મુંબઈની બેન્ચે ભાડાં વળતરને કરદાતાની આવક નહીં પરંતુ મૂડી રસીદ ગણાવી હતી. આમ તે ફલેટના માલિકની આવક કરપાત્ર નહીં હોવાનો આદેશ મુંબઈની બેન્ચે અનુસર્યો હતો.
અજય પારસમલ કોઠારીના કેસમાં નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં કમ્પ્યુટર સ્ક્રૂટિનીમાં પદ્ધતિથી પસંદ કરીને ચકાસણી હેઠળ લેવામાં આવ્યો હતો. તપાસમાં આવકવેરા અધિકારીએ જણાવ્યું કે કોઠારીએ બિલ્ડર પાસેથી રૂ. ૩.૭ લાખ મેળવ્યા છે. કરદાતા કોઠારીનો મલાડમાં ફલેટ હતો અને તેને બિલ્ડરે રિડેવલપમેન્ટ માટે લઇને રૂ. ૩.૭ લાખની રકમ ભાડા પેટે ચૂકવ્યા હતા. ઇન્કમટેકસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, કરદાતાએ વૈકલ્પિક મકાન ભાડા માટે આ રકમનો ઉપયોગ કર્યો નથી. આમ આન્ય સ્રોતની આવક હેઠળ તેને કરપાત્ર આવક તરીકે ગણવાની પ્રક્રિયા કરી છે.
જેને લઈને કોઠારીએ ઈન્કમટેક્સ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી હતી. ટેક્સ ટ્રિબ્યુનલે નોધ્યું હતું કે, જ્યારે કરદાતા તેના માતાપિતા સાથે રહેતા હતા ત્યારે પણ તેઓ પુનઃવિકાસ માટે પોતાનો ફલેટ ખાલી કરીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ ટેક્સ ટ્રિબ્યુનલે અગાઉના ર્નિણય પર આધાર રાખીને આ કિસ્સામાં પણ ભાડાની આવકને કરપાત્ર ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અપીલ દાખલ કરવામાં ૧૫૬૬ દિવસના વિલંબને પણ ટ્રિબ્યુનલે માફ કર્યો હતો.
શહેરમાં ૧૬૭ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટઃ
શહેરમાં ૧૬૭ સોસાયટીઓની રિડેવલપમેન્ટ હેઠળ મ્યુનિ.માં સત્તાવાર રીતે નોંધણી થઈ છે.
કુલ સોસાયટી રિડેવલપમેન્ટ હેઠળ ૧૬૭
મકાન બનશે ૮૪૧૯
કોમર્શિયલ યુનિટ બનશે ૮૩૭
યુનિટ બનશે ૯૨૫૬