Gujarat

આગામી તા. ૩૧ માર્ચ ના રોજ જામનગર ના નાગેશ્વર કોલોની ખાતે કોળી સમાજનો નવમો સમુહ લગ્ન સમારોહ યોજાશે

શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) – જામનગર દ્વારા આયોજીત નવમો
ભવ્ય સમુહ લગ્ન સમારોહ..

જામનગર : દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર
વાળા) – જામનગર દ્વારા આઠ સમુહ લગ્નોનુ ભવ્ય સફળ આયોજન બાદ નવમાં સમુહ
લગ્નનુ ભવ્યાતિભવ્ય સુંદર આયોજન. આ સમુહ લગ્ન સમારોહ આગામી તા. ૩૧/૩/૨૦૨૪
ને રવિવાર ના રોજ જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા ગુરૂ આશ્રમ
બાપા સીતારામ મંદિર પાસે ની જગ્યામાં યોજાશે. આ સમુહ લગ્ન સમારોહમાં ૧૪
નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ તકે સંતો – મહંતો અને સામાજિક –
રાજકીય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ
અને તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ સમુહ લગ્ન સમારોહમાં દાતાશ્રીઓ
દ્વારા ખુલ્લા મન થી ખુબ સારૂ યોગદાન કરવામાં આવ્યું છે. વધુમાં આ સમુહ
લગ્ન સમારોહમાં જ્ઞાતિ સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં
બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ની ઊપસ્થિત રહે છે.