ભુજ સ્થિત આશાપુરા માતાજીના મંદિરમાં 2 મૂર્તિઓ બિરાજમાન છે, જેની એક ઐતિહાસિક ઘટના બની હોવાનું મનાય છે. કચ્છના રાઓશ્રી રાયધણજી બીજાએ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું હતું.
આ મનસુબાની જાણ પૂજારીને થતા તેઓ સ્થાપિત મૂર્તિ લઇ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા. તેમ જ આ મનસુબાની જાણ કચ્છના જાડેજા ભાયાતોને અને અંજારના દિવાન લોહાણા મેઘજી શેઠને થતા, તેઓ પોતાના લશ્કર સાથે ભુજ આવી રાઓશ્રી રાયધણજીને કેદ કર્યો હતો. કચ્છની પ્રજાએ બળવો કરતા ‘બારભાયા’ રાજ્યની સ્થાપના કરી.
ત્યારબાદ આશાપુરા મંદિરમાં માતાજીની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. તેની જાણ પૂજારીને થતા તેઓ મૂર્તિ લઈ આવતા તે મૂર્તિ પણ ફરી મૂળ જગ્યાએ સ્થાપી તેની પણ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.આમ આશાપુરા માતાજીની બે મૂર્તિઓ પુજવામાં આવે છે.

