ડભોઇ તા. માંથી પસાર થતી ઓરસંગ નદી રેતી ખનન કરનારાઓએ વધુ પ્રમાણમાં રેતી ફુદી નાખતાં કોરી કટ બની છે. થોડી માત્રામાં પાણી છે તેમાં પણ લીલ બાઝી ગઇ છે. જેનાથી ઓરસંગ નદી ગંદી થઈ ગઈ છે. આકરો ઉનાળો હવે ચાલુ થશે ને પાણીની જરૂરિયાત પડશે પણ નદીના પટમાં લીલ અને ગંદુ પાણી હોવાથી પીવાના પાણીની સમસ્યા થશે. નદીનો કેટલોક ભાગ સાફ કરાવાય તો ચોખ્ખું પાણી મળી શકે તેમ છે.