Gujarat

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે દાવો કર્યો કે,”બુશરાના જીવને ખતરો છે”

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેની સબજેલના વોશરૂમમાં ગુપ્ત કેમેરા લગાવવામાં આવ્યા છે. પોતાની અરજીમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેનો રૂમ અને બાથરૂમ ખરાબ હાલતમાં છે અને તેમાં છુપા કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પહેલા ૨૦૨૦માં પંજાબના સીએમ મરિયમ નવાઝે અગાઉની સરકાર પર આવો જ આરોપ લગાવ્યો હતો.

તેની અટકાયત દરમિયાન તેના સેલ અને બાથરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઈમરાન ખાનની પત્નીએ પણ જજને વિનંતી કરી છે કે તેઓ હોસ્પિટલમાં તેમનું મેડિકલ કરાવે. તેણે અરજીમાં આરોપ લગાવ્યો છે કે જેલવાસ દરમિયાન તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ચેનલના અહેવાલ મુજબ બુશરા બીબી તરફથી હાઈકોર્ટમાં શૌકત ખાનુમ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી છે.

આ હોસ્પિટલ ઈમરાન ખાનની ચેરિટેબલ સંસ્થા હેઠળ છે. આ મામલામાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ પણ દાવો કર્યો છે કે બુશરાના જીવને ખતરો છે અને તેને સારવારની જરૂર છે. પાર્ટીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં, પીટીઆઈએ દાવો કર્યો છે કે તે એકદમ શરમજનક છે, અન્યાય થઈ રહ્યો છે, હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી જાેઈએ.