અગાઉ ત્રણ વર્ષ માટે રૂપિયા 7.81 લાખ ખર્ચાયા હતા જામનગર મહાનગરપાલિકા દ્રારા 1 એપ્રિલથી નવો કોન્ટ્રાકટ અમલમાં મૂકાયો છે. જયારે તેની પહેલાના ત્રણ વર્ષ એટલે કે, વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 માટે જયુબેલી ગાર્ડનમાં વૃક્ષો અને ફૂલછોડના વાવેતર અને જાળવણી માટે રૂ. 7.81 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભાસ્કર ન્યૂઝ | જામનગર જામનગર મહાપાલિકાના પટાંગણમાં આવેલા જયુબેલી ગાર્ડનમાં વૃક્ષો, ફૂલછોડની જાળવણી માટે ત્રણ વર્ષનો રૂ.13,35,702 નો કોન્ટ્રાકટ મંજૂર કરાયો છે.
આમ છતાં બગીચાની દુર્દશા જોવા મળી રહી છે. કારણ કે, બગીચામાં વૃક્ષોના વાવેતર અને ઉછેરમાં લોમલંલોલથી ઘણા સ્થળે હરિયાળી જોવા મળતી નથી. અમુક સ્થળે એક-બે રોપાનું વાવેતર કરાયું છે. ઘણાં સમયથી ફુવારો બંધ હાલતમાં છે. જામ્યુકોના પટાંગણમાં મનપા દ્રારા જયુબેલી ગાર્ડન બનાવામાં આવ્યું છે. જેથી મનપામાં આવતા અરજદારો અને શહેરીજનો વિરામ કરી શકે.
આ બગીચામાં વૃક્ષો અને ફૂલ-છોડની જાળવણી માટે ત્રણ વર્ષનો રૂ. 1335702ના ખર્ચે ખાનગી સંસ્થાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પરંતુ બગીચામાં ફુલ-છોડ અને વૃક્ષોની જાળવણી ફકત કાગળ પર થતી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, બગીચામાં જમીનમાં સામાન્ય રીતે લોન જોવા મળે છે. પરંતુ આ બગીચામાં હરિયાળીનું નામો નિશાન નથી. આટલું જ નહીં વધુ જગ્યા રાખી ગણ્યાગાંઠયા વૃક્ષો અને ફૂલ-છોડનું વાવેતર કરાયું છે. મહેંદની વાડ પણ અમુક સ્થળે જોવા મળતી નથી. આથી અનેક સવાલ ઉઠયા છે.
કર્મીઓના પગાર-ભથ્થના કારણે ખર્ચમાં વધારો
જયુબેલી ગાર્ડનમાં વૃક્ષોના વાવેતર અને ફૂલછોડની જાળવણી માટે વર્ષ-2020-21 થી 2022-23 એટલ કે ત્રણ વર્ષ માટે રૂ. 7.81 લાખનું ટેન્ડર મંજૂર કરાયું હતું. પરંતુ કર્મચારીઓના મીનીમમ પગાર તથા પીએફ સહિતના ભથ્થાના કારણે આગામી ત્રણ વર્ષ માટે રૂ. 1335702 નું ટેન્ડર મંજૂર કરાયું છે. > હીરેન સોલંકી, અધીક મદદનીશ ઇજનેર, પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ, જામ્યુકો

