નેશનલ હાઇવે નબર 56 કે જે મધ્ય પ્રદેશને જોડતો માર્ગ છે. અને આજ માર્ગ પર ચિસાડીયા ગામ નજીક રેલવે બ્રિજ આવેલ છે. તે બ્રિજ ઉપર વારંવાર ખાડા પડી જતા હોઇ રાહદારીઓ કંટાળી ગયા છે. અહીથી રોજ સેંકડોની સંખ્યામાં વાહનોનોની અવર જવર થતી હોઇ છે. હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો અને ખાડો કેટલો ઊંડો છે તેની રાહદારીઓને ખબર નથી પડતી, અને તેઓ ખાડામાં પડતા હોઈ છે.

જેમાં બાઇક સવારો ખાસ ભોગ બનતા હોઇ છે. નેશનલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવે છે. ત્યારે તેમના માનીતા એવા કોન્ટ્રાકટરને ખાડા પુરાવાની કામગીરી શોપવામાં આવે છે. અને ખાડામાં કપચી અને ગુણવત્તા વિનાનું મટીરીયલ વાપરી ખાડા પૂરી દેવામાં આવે છે.

હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા થોડાજ સમયમાં ખાડા ડોક્યા કાઢવા લાગે છે. નજીક ગામ ચિસાડીયા ગામના લોકોનું કહેવું છે કે આ માર્ગ પર બેજ દિવસ પહેલા ખાડા પૂર્યા હતા. અને ફરીથી ખાડા પૂરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જો બેજ દિવસ પહેલા ખાડા પૂર્યા હોઈ તો કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે. કે કેવું મટીરીયલ વાપરવામાં આવ્યું હશે. બસ આવા કોન્ટ્રાકટર તો ક્યારે ખાડા પડે તેની રાહ જોઈ રહ્યા છે. બ્રિજની બાજુ માંજ પડેલ રોડના પોપડા જ કહી જાય છે.
વારંવાર ખાડા પડી જતા રોડના પોપડાનો જે ધઘ મારવામાં આવ્યો છે. તેજ સાબિતી આપી રહ્યા છે. કે કેટલી વાર આ કામગીરી કરવામાં આવી હશે.
નજીક ગામના કેટલાક લોકો અને રાહદારીઓનું કહેવું છે. કે હાલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોય વારંવાર ખાડા પડી જતા હોઈ લોકોને હાલાકી પડી રહી છે. મોટરબાઇક તો ઠીક મોટા વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે વિચારવું રહ્યું કે 108માં દર્દીને આ રસ્તેથી પસાર કરવામાં આવ્યો હશે. ત્યારે તેની શું હાલત થતી હશે. જેથી વારંવાર પડી જતા ખાડા પૂરવાના કામમાં કામમાં ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવે તો ખાડાના પડે તેવું રાહદારી અને ગામ લોકોનું કહેવું છે.

