રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે. તે દેખાતું નથી. સ્ટેટ આર એન્ડબી વિભાગના અધિકારીઓ મુખ્યમંત્રી દ્વારા ઝડપથી રોડના ખાડા પુરવા માટે સૂચના આપી હોવા છતાંય અમલ થતો નથી.
પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદીનો પુલ તૂટી જતા મધ્યપ્રદેશ છોટાઉદેપુર બોડેલી વડોદરા જતા વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રંગલી ચોકડીના 10 કિલોમીટરનો માર્ગ નવો સ્ટેટ આર એન્ડ બી વિભાગે બનાવ્યો હતો. વોરંટી પિરિયડમાં પાંચ કિલોમીટરનો માર્ગ છે. જયારે અન્ય માર્ગ જૂનો છે. સ્ટેટ આર એન્ડબી વિભાગના આ રસ્તામાં એક એક ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકોના વાહનોને નુકશાન થઇ રહ્યું છે. કેટલાક અક્સમાતના બનાવ પણ બન્યા છે. જયારે લોકોનો આક્ષેપ છે. કે ખાડા વાળા રસ્તાથી બાઈક ચાલકોના કમરના મકોડા તૂટી જાય તેવી પરિસ્થિતિ છે. જયારે પ્રસુત્તિ વાળી મહિલાની હાલત કફોડી બને તેમ છે.

સરકાર દ્વારા દરેક વિભાગને રોડ રસ્તા રીપેરીંગ માટે આદેશ કર્યો હોવા છતાંય છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ આ આદેશનું પાલન જ નથી. કરતા હાલતો ભારજ નદીનો બ્રિજ તૂટવાથી લોકો હેરાન છે. અને હવે આ રસ્તો પણ તૂટી જતા 10 કિલોમીટરનું અંતર કાપતા 40 મિનિટ નીકળી જાય છે. જયારે વાહનનું ડીઝલ અને પેટ્રોલનું પણ નુકશાન થાય છે. છોટાઉદેપુર જિલ્લાના રાહદારીઓનો આક્ષેપ છે. કે અધિકારીઓ કામ નથી કરતા વડાપ્રધાન આ વિસ્તારમાં એક સભા ગોઠવી દે તો રસ્તા નવા બની જાય લોકો આવી માંગણી કરતા તંત્રની છબી દિવસે દિવસે ખરડાઈ રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

