ઉના તાલુકાના આમોદ્રાની વિદ્યાર્થિની એમ કોમ ફાઈનલ સેમેસ્ટરમાં સારા ટકાવારી મેળવી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા આ વિદ્યાર્થિનીને પદવીદાન સમારોહમાં રાજ્યપાલ તથા શિક્ષણ મંત્રી દ્વારા ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા..
આમોદ્રાની વિદ્યાર્થીની જિજ્ઞાસાબેન દીપકભાઈ અપાણી એ M.COM.ફાઇનલ સેમ.(એકાઉન્ટ) ગ્રુપ માં ફર્સ્ટક્લાસ વિથ ડિસટીનક્સન માર્ક્સ 85.5% 1701ગુણ મેળવી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ પદવીદાન સમારોહમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી અને રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાન સેરિયાનાં હસ્તે પ્રમાણપત્ર, ગોલ્ડમેડલ, અને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે.