Gujarat

વડાપ્રધાને જગતમંદિરે પૂજા-અર્ચના કરી, રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે જામનગર પહોંચી ત્યાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. હવે અહીંથી દ્વારકામાં 9:30 વાગ્યે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બપોરે 12:30 વાગ્યે જાહેરસભાને સંબોધશે. અહીં વડાપ્રધાનના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના રૂ. 4 હજાર કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

શારદામઠમાં પ્રધાનમંત્રીની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ કર્યા બાદ દ્વારકાની મુલાકાત લીધી છે. દ્વારકામાં પ્રધાનમંત્રી મોદી દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીને શીશ નમાવી પાદૂકા પૂજન કર્યા બાદ શારદાપીઠની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને શ્રીજીના આશીર્વાદ સમા ઉપરણું ઓઢાડી પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતા. તેમજ ટૂંકો વાર્તાલાપ પણ કર્યો હતો.

સુદર્શન સેતુની વ્યુંઈંગ ગેલેરીથી સમુદ્ર દર્શન કરતા વડાપ્રધાન

સમુદ્રમાં બેનરના માધ્યમથી “મોદી કી ગેરંટી”ની પ્રતિકૃતિ વડે વડાપ્રધાનનું અનેરું સ્વાગત કરતાં સાગરખેડૂ.