પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તોનો ફોન આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુંઃ-
“પ્રમુખપદે ચૂંટાયેલા પ્રબોવો સુબિઆન્તોનો ફોન કૉલ પ્રાપ્ત કરીને આનંદ થયો. તેમના આગામી રાષ્ટ્રપતિ પદ માટે તેમને સફળતાની શુભેચ્છા પાઠવી. અમે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અંગે ચર્ચા કરી જે અમારા ઘનિષ્ઠ સંબંધો પર આધારિત છે.”